પાટણમાં જગન્નાથજીની રથયાત્રાને લઈ વિવિધ સૂચનો સાથે ટ્રસ્ટી મંડળ દ્વારા કલેક્ટરને રજુઆત

કલેક્ટર દ્વારા તંત્ર તરફ્થી સહકારની ટ્રસ્ટી મંડળને ખાતરી અપાય

પાટણ શહેરના રોકડિયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન શ્રી જગન્નાથજીના મંદિર પરિસર ખાતે આગામી તા. ૨૭ મી જૂનને અષાઢી બીજના પવિત્ર દિવસે યોજાનારા વિવિધ ઉત્સવોની સાથે ભગવાન જગન્નાથજીની ૧૪૩ મી રથયાત્રાને અનુલક્ષીને શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને રથયાત્રા સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. શનિવારે શ્રી જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ પાટણ જિલ્લા કલેકટરને રૂબરૂ મળી ભગવાન જગન્નાથજીની નીકળનારી રથયાત્રા દરમિયાન રથયાત્રાના માર્ગો પર કોઈપણ પ્રકારની મુશ્કેલી ન સર્જાય અને પોલીસતંત્ર દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી રથયાત્રા દરમ્યાન કાયદો વ્યવસ્થાની સાથે સાથે શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન બને તે માટે સહકાર આપવાની સાથે પાટણ નગરપાલિકા દ્વારા રથયાત્રાના માર્ગ ઉપર રખડતા ઢોરો, ઉબડ – ખાબડ માર્ગો, જર્જરીત મિલકતો, સ્વચ્છતા જેવી જરૂરિયાત પરિપૂર્ણ કરી રથયાત્રાના શુભ કાર્યમા
નિર્વિઘ્ને સંપન્ન બને તે માટે ઉપરોક્ત તમામ બાબતો લેખિતમાં આપી રજુઆત કરી હતી. પાટણ જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓની રજૂઆતને ધ્યાને લઈ જિલ્લા કલેકટરે જણાવ્યું હતું કે જગન્નાથ મંદિર ટ્રસ્ટની ઉપરોક્ત તમામ રજૂઆતો આવરીને શનિવારે સવારે જ વિવિધવિભાગોના અધિકારીઓ સાથે બેઠક યોજી સુચિત કરાયા હોવાનું જણાવી ભગવાન જગન્નાથ પાલિકા સાચા અર્થમાં સહભાગી બને અને જીઈબી તંત્ર પણ રથયાત્રાના માર્ગ પર લટકતા વિજ વાયરો સહિતના વિજ ઉપકરણો નું શુ વ્યવસ્થિત રીતે કામ પૂણૅ કરીની રથયાત્રા સહિતના ઉત્સવો મા રથયાત્રા મા કોઈ પણ પ્રકારની મુશકેલી ન સજૉઈ તેની તકેદારી રાખ વાની સાથે વનવિભાગ પણ રથયાત્રાના માર્ગ પર બિનજરૂરી નડતર રૂપ ઝાડ નું કટીંગ કરાવી પાટણની ૧૪૩ મી રથ યાત્રા તંત્રનો સંપૂર્ણ પણે સહયોગ રહેશે તેવી કલેકટર દ્વારા ખાતરી આપી હોવાનું જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અને રથયાત્રા સમિતિના કન્વીનર પિયુષભાઈ આચાર્યએ જણાવ્યું હતું.

Leave a Comment