પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની મહાદેવપુરા નામની સીમમાં બનાવેલ મકાનમાંથી પાટણ એલસીબી પોલીસે શેરબજારમાં ખોટા નામ ધારણ કરી લોકોના પૈસાનું રોકાણ કરાવતા એક કિશોર સહિત 7 લોકોને ઝડપી લીધા છે જ્યારે અન્ય 3 શખ્સો ફરાર હોવાથી તમામની સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાટણ એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન સરસ્વતી તાલુકાના સાંપ્રા ગામની સીમમાં આવેલ મહાદેવપુરા નામની સીમમાં બનાવેલ મકાનમાં રેડ કરતા અંદર એક કિશોર સહિત 7 શખ્સો એકબીજાના મેળાપીણાથી મોબાઈલ પર માર્કેટ પ્લસ નામની એપ્લીકેશન માં શેરબજારના ભાવોની વધઘટ જોઈ જુદા જુદા નામો ધારણ કરી ગ્રાહકોને ફોન કરી શેરબજારમાં વધુ પૈસા કમાવી આપવાની લાલચ આપી શેરબજાર અંગેનું લાયસન્સ ન હોવા છતાં પણ શેરબજારના નામે વિશ્વાસઘાત કરવાનું કાવતરું રચવા બદલ તમામ એક કિશોર સહિત કુલ 10 સામે પોલીસે ગુનો નોંધી રૂપિયા 84 હજારના 16 નંગ મોબાઈલ ફોન કબજે કર્યા છે અને ફરાર 3 ની શોધખોળ હાથ ધરી છે.