સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત

સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત : રિક્ષાચાલક સહિત બે મોતને ભેટતાં પંથકમાં અરેરાટી ફેલાઈ
પાટણ જિલ્લામાં ડમ્પરે ૨ અકસ્માત પાટણ જીલ્લામાં બેફામ દોડના ડમ્પરોના કારણે અવારનવાર અકસ્માતોમાં નિર્દોષ લોકોના મોત નિપજી રહ્યા છે ત્યારે વધુ એક ખસેડાયા હતા. હારી જતા સરવાલ પાસે હિટ એન્ડ રન : ડમ્પર ચાલક સામેથી આવતી કારને ટક્કર મારી નાસી છૂટયો : કારમાં સવાર બંને યુવકો ગંભીર પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકામાંથી દિન પ્રતિદિન રેતી ભરી માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરોને કારણે અકસ્માતની સંખ્યામાં વખત પાટણ જીલ્લાના સરસ્વતી તાલુકાના વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર પણ વોળવી ત્રણ રસ્તા પાસે રિક્ષા અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં સવાર ચાલક સહિત આધેડનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું જેની જાણ થતાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને પોલીસને જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક અકસ્માત પણ સર્જાયો હતો જેમાં હારીજ રાધનપુર હાઇવે પર આવેલ સરવાલ ગામ નજીક હારીજ તરફ આવી રહેલી કારને સમી તરફ જતા ડમ્પરે ટક્કર મારતાં કારમાં સવાર બે યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જી ડમ્પર ચાલક ફરાર થઈ ગયો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ નજરઅંદાજ કરી તમાસો જોયે રાખે છે અને નિર્દોષ લોકો અકસ્માતમાં મોતને ભેટી રહ્યાં છે. સોમવારે સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા પાસે ડમ્પર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો અકસ્માત એટલો ગંભીર હતો કે રિક્ષામાં સવાર ચાલક પરમાર દિનેશભાઈ ઈશ્વરભાઈ ઉ.વ ૩૦ રહે.કસરા ( કાંકરેજ) તથા બજાણીયા હરજીભાઈ કાળભાઈ ઉ.વ ૬૦ રહે. રતનપુરા ( કાંકરેજ) વાળાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું જેની જાણ આજુબાજુના લોકોને થતાં દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને બંને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ડમ્પર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તાલુકાના સરવાલ વિશાલજી દલાજી ઉ.વ ૨૪ અને ઠાકોર રોહિતજી દિલીપજી ઉ.વ ૨૨ કારમાં સવાર થઈને હારીજ તરફ આવી રહ્યા હતા તે દરમિયાન સરવાલ ગામ નજીક પહોંચતા રાત્રીના સમયે હારીજ તરફ્થી સમી તરફ જતા ડમ્પરે જોરદાર ટક્કર મારતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને અંદર સવાર બંને યુવકો ગંભીર રીતે ઘાયલ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલીક સારવાર માટે ૧૦૮ ની મદદથી હારીજ રેફરલ હોસ્પિટલ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે ધારપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી એક યુવકની તબીયત વધુ ગંભીર હોવાથી મહેસાણા ખાતે લઈ જવાયો હોવાનું પણ જાણવા મળ્યું હતું અકસ્માત એટલો ગમખ્વાર હતો કે ડમ્પરની ટક્કરે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને કારમાં સવાર બંને યુવકો ફ્સાઈ જતાં ટ્રેક્ટરની મદદથી પતરું તોડી બહાર કાઢ્યા હોવાનું પણ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ફુગ્ગા વેચી ગુજરાત ચલાવતા આધેડનું મોતા સરસ્વતી તાલુકાના વોળાવી ત્રણ રસ્તા નજીક સોમવારે
બનેલ ગમખ્વાર અકસ્માત ની ઘટનામાં ડમ્પરે રિક્ષાને અડફેટે લેતાં રિક્ષામાં સવાર ૬૦ વર્ષિય આધેડ બજાણીયા હરીભાઈ કાળભાઈનું મોત નિપજ્યું હતું જેઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે ફુગ્ગા વેંચી મજુરી કરતા હોવાનું જાણવા મળ્યું હતું. માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો સામે ક્યારે કાર્યવાહી ? । છેલ્લા થોડા સમયથી પાટણ જીલ્લામાં અકસ્માતોના બનાવોમાં ડમ્પરોની ટક્કરે મોત નિપજ્યાં હોવાના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં પણ પાટણ જીલ્લા ટ્રાફિક પોલીસ ડમ્પર ચાલકો વિરુદ્ધ પગલા ભરવામાં પાછીપાની કરી રહી છે જેના કારણે બેફામ દોડતા ડમ્પરોના ચાલકોને મોકળું મેદાન મળી ગયું હોય તેમ બિન્દાસ પણે ઓવર સ્પીડમાં ડમ્પરો હંકારી રહ્યા છે અને નિર્દોષ લોકોની જીંદગી સાથે રમત રમી રહ્યા છે જેને કારણે જીલ્લાના માર્ગો ઉપર નિર્દોષ લોકો ડમ્પરોનો ભોગ બની પોતાના જીવ ગુમાવી રહ્યા છે અને પોલીસ તમાશો જોઈ રહી છે. બિતકાયદેસર રેતી ભરી દોડતા ડમ્પરોના માલિકો પણ બેન્નમ : અધિકારીઓ પર હાથ ઉપાડતા અચકાતા નથી પાટણ જીલ્લામાં ભુમાફીયા પણ બેફામ બન્યા છે અને પાસ પરમીટ વગર પોતાના ડમ્પરોમાં રેતી ભરી ચેકીંગથી બચવા માર્ગો પર ફુલ સ્પીડમા દોડતા હોય છે જેથી ખનીજ વિભાગના કોઈ કર્મચારીઓ રોકવાનો પ્રયાસ કરે તો તેની સાથે પણ ડમ્પરોના માલિકો બબાલ કરી મુકતા હોય છે અને હાથ ચાલાકી પણ વાપરતા હોવાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.

Leave a Comment