પાટણની ક્રિષ્ના સોસાયટીના રહીશો ગટર ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત

અનેકવાર રજૂઆત પણ તંત્ર દ્વારા કોઈ ઉકેલ નહીં પાટણની ક્રિષ્ના સોસાયટીના રહીશો ગટર ઊભરાવવાની સમસ્યાથી ત્રસ્ત

છેલ્લા ૧૨ મહિનાથી ગટરો ઊભરાતી હોઈ લોકો પરેશાન પાટણ નગરપાલિકાના વોર્ડ નં. ૯ માં અનાવાડા રોડ પર આવેલ ક્રિષ્ના સોસાયટીમાં છેલ્લા ૧૨ મહિનાથી ભૂગર્ભ ગટરની લાઈનો આગળ જોડવામાં ન આવતા ગટરો ઉભરાવવાની સમસ્યા સર્જાઈ રહી છે. ગટરની સમસ્યાને લઇ જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ જવાના કારણે સોસાયટીના તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગંદકીમાંથી પસાર થવું પડે છે. જાહેર રોડ પર ગટરના પાણી ફરી વળતા ગંદકીનું સામ્રાજ્ય થવા પામ્યું છે.

આ સમસ્યા અંગે સોસાયટીના સ્થાનિક રહીશો દ્વારા નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટરો અને નગરપાલિકાના અધિકારીઓને વારંવાર રજૂઆત કરવા છતાં, આ સમસ્યાનો ઉકેલ આજદિન સુધી આવેલ નથી. શહેર કોંગ્રેસના પ્રમુખ દિપક પટેલ દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરને આ બાબતે જાણ કરવામાં આવી હતી. તેમજ જો આ સમસ્યાનો ઉકેલ ટૂંક સમયમાં નહીં આવે તો સોસાયટીના સ્થાનિકોને સાથે રાખી પાટણ શહેર કોંગ્રેસ નગરપાલિકા ઓફ્સિમાં હલ્લાબોલ કરશે.

Leave a Comment