Patan: HNGU સંલગ્ન કોલેજોમાં (PG) અનુસ્નાતકના કોર્સમાં પ્રવેશ શરૂ…..

Patan: HNGU સંલગ્ન વિભાગોમાં અને ૨૪૦ કોલેજોમાં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ કરાયો

હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ૧૭મી બેચ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરાઇ : જીકાસ પોર્ટલ મારફ્ત અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે એપ્લાય કરી શકાશે

HNGU સંલગ્ન કોલેજોમાં અનુસ્નાતકના કોર્સમાં પ્રવેશ શરૂ

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સલગ્ન વિવિધ વિભાગોમાં જીકાસ પોર્ટલ મારફ્તે અનુસ્નાતક અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટેની ઓનલાઇન પ્રક્રિયા યુનિવર્સિટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. સાથોસાથ યુનિવર્સિટીમાં ચાલી રહેલા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં ૧૭મી બેચ માટેની ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા અનુસ્નાતક અભ્યાસક્રમોમાં સેમેસ્ટર ૧ માં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે જીકાસ પોર્ટલ મારફત ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જે અંતર્ગત યુનિવર્સિટી સંલગ્ન ૨૪૦ જેટલી કોલેજો તેમજ યુનિવર્સિટી સલગ્ન જુદા જુદા ૧૮ જેટલા વિભાગોમાં એમએસસી ગણિત,કેમેસ્ટ્રી, લાઈફ સાયન્સ લો, એમ.સી.એ, જર્નાલિઝમ,એમબીએ, એમ.કોમ, એમ.પી. એડ સહિતના અનુસ્નાતક અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં વર્ષ ૨૦૨૫ની ૧૭મી બેચ માટેની પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારફ્તે શરૂ કરી દેવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં અભ્યાસ કરવા માંગતા હોય તેમને ઓનલાઇન પ્રવેશ માટે અરજી કરવાની રહેશે. અરજીનો વેરિફિકેશન રાઉન્ડ પૂરો થયા પછી ટેકનિકલ પ્રોસેસનો સમય ગાળો તારીખ ૫ થી ૭ જુલાઈ સુધી રહેશે. વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. ત્યારબાદ મેરીટના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.

હોસ્પિટલ મેનેજમેન્ટમાં ૪૪ બેઠકો પર પ્રવેશ અપાશે : કે.કે. પટેલ

આ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડા ડો.કે.કે. પટેલે જણાવ્યું હતું કે હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં સેમેસ્ટર એકમાં પ્રવેશ માટેની પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારફત શરૂ કરી દેવામાં આવી છે. ૪૪ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. જેમાં મેડિકલ પેરા મેડિકલમાં ગ્રેજ્યુએટ, ફાર્મસી, માઇક્રોબાયોલોજીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.

હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગમાં એમપીએચનો નવો  કોર્સ શરૂ થશે

હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડાએ જણાવ્યું હતું કે અમારા વિભાગમાં માસ્ટર ઓફ પબ્લિક હેલ્થનો કોર્સ શરૂ કરવા અંગે કારોબારી સમિતિ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. ચાલુ વર્ષથી અભ્યાસક્રમ શરૂ થાય તે માટેની પ્રક્રિયા હાલમાં હાથ ધરવામાં આવેલી છે. નવા કોર્સ માટેનો અભ્યાસક્રમ તૈયાર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એકેડેમીની બેઠકમાં અભ્યાસક્રમ મંજૂર કર્યા બાદ કોર્સ શરૂ કરવામાં આવશે. આ કોર્સ કરવાથી વિદ્યાર્થીઓને આરોગ્ય ક્ષેત્રમાં નોકરી માટેની સારી તકો છે, તેમજ પબ્લિક હેલ્થ વિભાગમાં તાલીમબદ્ધ વિદ્યાર્થીઓ મળી શકે તે આશયથી આ કોર્સ યુનિવર્સિટી દ્વારા શરૂ કરવામાં આવનાર છે

બીએડ કોલેજોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થઈ 

યુનિવર્સિટી સલગ્ન વિભાગો અને કોલેજોમાં અનુસ્નાતકના વિવિધ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે યુનિવર્સિટી સલગ્ન ૮૦થી વધુ બેડ કોલેજો આવેલી છે. આ તમામ બીએડ કોલેજોમાં પ્રવેશ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા જીકાસ પોર્ટલ મારત શરૂ કરવામાં આવી છે.

Leave a Comment